ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ
આજે ગુજરાત માટે ખૂબ માઠા સમાચાર છે, ગુજરાતમાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે. ગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી રાજ્યમાં એકનું મોત થયું છે.
સૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 164, વડોદરામાં 67, રાજકોટમાં 61 કેસ, આણંદ અને ખેડા 39, વલસાડ 21, ગાંધીનગરમાં 26 કેસ, મોરબીમાં 8, ભરૂચમાં 7, દાહોદ અને સાબરકાંઠામાં 6 – 6 કેસ, જામનગરમાં 7, અમરેલી અને ભાવનગરમાં 4 – 4, જૂનાગઢમાં 7 કેસ, ગીરસોમનાથ અને મહેસાણામાં 3 – 3 કેસ, મહીસાગર અને તાપીમાં 2 – 2 કેસ,અરવલ્લી, બનાસકાંઠા અને દ્વારકામાં 2 – 2 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત ગુજરાતમાં ઓમિક્રોનના નવા 23 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 11 કેસ, સુરતમાં 4 કેસ, આણંદમાં 2 કેસ, વડોદરા અને કચ્છમાં 2 – 2 કેસ,ખેડા અને રાજકોટમાં ઓમિક્રોનના 1 -1 કેસ નોંધાયા છે.