Placeholder canvas

વાંકાનેર: મેસરિયાના તળાવ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે એક ઇસમ ઝડપાયો

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના તળાવ પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાત વિધાનસભા ચુંટણીને પગલેં મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મેસરિયા ગામ પાસે રહીમ રાયધન મિયાણા નામનો ઇસમ હાજર હોય જેના કબજામાં પિસ્તોલ જેવું હથિયાર હોવાની બાતમી મળતા ટીમે મેસરિયા ગામના તળાવ પાસે રેડ કરી હતી જેમાં આરોપી રહીમ રાયધન મોવર (ઉ.વ.૩૮) રહે વાંકાનેર વિસીપરા રેલ્વે સ્ટેશન પાસે વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ કીમત રૂ ૧૦,૦૦૦ અને જીવતા કાર્ટીસ નંગ ૦૨ કીમત રૂ ૨૦૦ મળીને કુલ રૂ ૧૦,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડ્યા, પીએસઆઈ કે આર કેસરિયા, રણજીતભાઈ બાવડા, રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, સેખાભાઈ મોરી, મહાવીરસિંહ પરમાર, સતીશ ગરચર, કમલેશભાઈ ખાંભલીયા, ભાવેશભાઈ મિયાત્રા, અંકુરભાઇ ચાચુ સહિતની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો