વાંકાનેરમાં આવતીકાલે અરવિંદ કેજરીવાલનો હાઇવેથી પૂલદરવાજા સુધીનો રોડ-શો

વાંકાનેર: આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે સરવા અરવિંદ કેજરીવાલ વાંકાનેર આવી રહ્યા છે, વાંકાનેરમાં તેમના રોડ શોનું આયોજન કરવામાં આવેલ છે.

આવતીકાલે સવારે 10 વાગ્યે વાંકાનેરમાં અરવિંદ કેજરીવાલ આવી પહોંચશે,વાંકાનેર નેશનલ હાઇવેથી તેનો રોડ શો શરૂ થશે. આ રોડ શો વાંકાનેર નેશનલ હાઇવેથી જીનપરાચોક, લીમડા ચોક, દાણાપીઠ ચોક, ભમરીયા કુવા પાસે થઈને પુલદરવાજા માર્કેટ ચોક ખાતે પહોંચે અને ત્યાં રોડ-શોની પૂર્ણાવતી થશે.

આ રોડ શોમાં કેજરીવાલ સાથે 67 વાંકાનેર વિધાનસભાના આપના ઉમેદવાર વિક્રમભાઈ સોરાણી અને મોરબી જિલ્લા આપના આગેવાનો હાજર રહેશે. વાંકાનેરમાં પ્રથમવાર કેજરીવાલ આવી રહ્યા છે ત્યારે વાંકાનેરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો