Placeholder canvas

એક શાયર યુગનો અંત: લોકપ્રિય શાયર મુનવ્વર રાણાનું 71 વર્ષેની વયે નિધન.

जिस्म पर मिट्टी मलेंगे पाक हो जायेंगे हम
एै ज़मीं एक दिन तेरी ख़ूराक हो जायेंगे हम।

“पागल लोग हमें दुश्मन-ए-जान कहते हैं।
हम जो इस देश की मिट्टी को भी मां कहते हैं।”

चलती फिरती हुई आँखों से अज़ाँ देखी है…
मैंने जन्नत तो नहीं देखी है माँ देखी है…!!

हम नहीं थे तो क्या कमी थी यहाँ
हम न होंगे तो क्या कमी होगी

પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા, અત્રે જણાવીએ કે, તેમણે લખનૌના SGPGI ખાતે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન અંગે તેમના પુત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મુનવ્વરને તેમની તબિયત બગડતાં 9 જાન્યુઆરીએ લખનૌના SGPGIમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડાયાલિસિસ કરાવવું પડતું હતું
શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી ત્યારે તેમને સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એટલે કે SGPGI દાખલ કરવામાં આવ્યા હતા. જેના પહેલા તેમને બે દિવસ સુધી લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુનવ્વર રાણા લાંબા સમયથી કિડની ફેલ્યોરથી પીડાતા હતા. જેઓને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું.

2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં
તાજેતરમાં જ તેમને છાતીમાં દુખાવો ઉપડતા ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ન્યુમોનિયાથી પીડિત હતા. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમના દ્વારા લખાયેલી કવિતા શાહદાબા માટે તેમને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો