Placeholder canvas

વાંકાનેર સીટી પોલીસે સાબુ ચોરને પકડી પાડ્યા…

વાંકાનેર થાન રોડ પર નવા બનેલા કોમ્પ્લેક્સમાં બંધ દુકાનની દીવાલમાં બાકોરું પાડીને અંદર રહેલો 1000 કિલો સાબુની તેમજ વજન ઘટાડાની ચોરી કરનાર ગેંગને વાંકાનેર શહેર પોલીસે ઝડપી પાડી છે

વાંકાનેર શહેર પોલીસ થાણામાંથી મળેલી માહિતી મુજબ વાંકાનેરના થાન રોડ ઉપર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક નવા કોમ્પલેક્ષમાં સુરેશભાઈ કાળુભાઇ રાઠોડનું સાબુનું ગોડાઉનમાંથી સાબુ ચોર (૧) વિરમભાઈ ઉર્ફે વિજયભાઈ ગાંડુભાઈ ટોટા જાતે-ભરવાડ ઉવ.૩૭ ધંધો-રીક્ષા ડ્રાઈવીંગ રહે.હશનપર શેરી નં-૦૧ તા.વાંકાનેર જી.મોરબી (૨) સરવન ઉર્ફે સોનુ સ/ઓ કરશનભાઈ રાઠોડ જાતે-મલ ઉવ.૨૦ ધંધો-વેપાર રહે.શકિતપરા (હશનપર) તા.વાંકાનેર જી.મોરબી

આ બન્ને આરોપીને પકડી લઈને તેમની પાસેથી મુદ્દામાલ (૧) પીળો સાબુ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ જેનો વજન ૧૦૦૦/- કીલો કી.રૂ.૧૮૮૮૦/- (૨) એક ઈલેક્ટ્રીક વજન કાંટો કી.રૂ.૧૬૦૦૦/- (3) એક CNG રીક્ષા જેના રજી.નંબર-GJ-03-BT-5209 કી.રૂ.૧૦૦,૦૦૦/- કબજે લીધેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર પી.ડી.સોલંકી તથા પો.સબ.ઈન્સ ડી.વી.કાનાણી તથા એ.એસ.આઈ ભુપતસિંહ પરમાર તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ જનકભાઈ ચાવડા તથા દર્શિતભાઈ વ્યાસ તથા ધર્મરાજભાઈ ગઢવી તથા છનાભાઈ રોજાસરા તથા જયદીપસિંહ રાઠોડ તથા દિનેશભાઈ સોલંકી જોડાયેલ હતા.

આ સમાચારને શેર કરો