રમજાન માસમાં તમામ ઇબાદતો ઘરે રહીને કરવા મુફતીએ કચ્છની અપીલ
આગામિ 25 તારીખથી ઇસ્લામ ધર્મ માટે પવિત્ર રમજાન માસ શરૂ થનાર છે. આ માસમાં કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા લોક ડાઉન અને કોરોનાની મહામારીને ધ્યાને લઇ તમામ ઇબાદતો ઘરે બેસીને કરવાની અપીલ મુફ્તીએ કચ્છ હાજી અહેમદશા બાવા તરફથી તેમના પૂત્ર હાજી અનવરશા સૈયદ દ્વારા કરવામાં આવી છે.
મુસ્લિમ સમાજ દ્વારા મસ્જીદોમાં રોજો રાખવા (શહેરી), તેમજ રોજો છોડવા (ઇફતાર) નું આયોજન કરાય છે. તેમજ રાત્રે તારાવીહની નમાઝ પણ મસ્જીદોમાં સમુહમાં પઢવામાં આવે છે. હાલ કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોક ડાઉન હોવાના કારણે રમજાન માસમાં શહેરી, ઇફતાર, પાંચ ટાઇમ નમાઝ, તારાવીહની નમાઝ, જુમ્માની નમાઝ, કુરાનનો પઠન વગેરે ઇબાદતો ઘરે રહીને જ કરવા અપીલ કરવામાં આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…