કોરોનાની સારવાર માટે સિવિલમાં નવા 16 ડાયાલીસીસ મશીન અને 20 ધમણ વેન્ટીલેટર મૂકાયા

રાજકોટ: કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે દર્દીઓની સઘન સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં 16 નવા ડાયાલીસીસ મશીન અને 20 જેટલા ધમણ વેન્ટીલેટર મુકવામાં આવ્યા છે. અત્યાધુનિક સુવિધાવાળો સૌરાષ્ટ્રભરમાં સીવીલ હોસ્પીટલમાં પ્રથમ વોર્ડ બન્યો છે.

તબીબી અધિક્ષક મનીષ મહેતાએ વિગતો આપતા જણાવ્યુ હતું કે, આજે સીવીલ હોસ્પીટલમાં 20 નવા ધમણ વેન્ટીલેટર મુકવામાં આવ્યા છે. હવે કોઈ પણ દર્દી વેન્ટીલેટરના અભાવે સારવારથી વંચીત નહીં રહે.સીવીલ હોસ્પીટલના કોવીડ-19 વોર્ડમાં આજે ખુદ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાની ઉપસ્થિતિમાં નવા વેન્ટીલેટરનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યુ હતું. જયોતિ સીએનસી દ્વારા અગાઉ સેમ્પલ રૂપે એક વેન્ટીલેટર આપવામાં આવ્યુ હોય હવે સીવીલ હોસ્પીટલમાં કુલ 21 વેન્ટીલેટરની સુવિધાનો વધારો થયો છે.
અત્યાધુનિક સુવિધાવાળો સીવીલ હોસ્પીટલમાં પ્રથમ વોર્ડ બન્યો છે. હોસ્પીટલમાં નવા બનેલા બિલ્ડીંગમાં આધુનિક ડાયાલીસીસ વોર્ડમાં મુકવામાં આવેલા ડાયાલીસીસ મશીન અમદાવાદની કિડની ઈન્સ્ટીટયુટ અને રાજય સરકાર દ્વારા પુરા પાડવામાં આવ્યા છે.આરએમઓ એમ.સી. ચાવડાએ વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કિડની ઈન્સ્ટીટયુટ દ્વારા અત્યંત કિંમતી મશીન ઉપરાંત સ્ટાફ પણ પુરો પાડવામાં આવ્યો છે.હવે સીવીલ હોસ્પીટલમાં કિડનીને લગતા દરેક દર્દોની સારવાર ઉપલબ્ધ બનશે.

સીવીલ હોસ્પીટલમાં કોવીડ-19 ના વોર્ડની બાજુમાં જ ડાયાલીસીસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. કિડની ઈન્સ્ટીટયુટ અમદાવાદ દ્વારા અગાઉ પણ આધુનિક મશીનરી પુરી પાડવામાં આવી હતી.
જયોતિ સીએનસી દ્વારા બનાવવામાં આવેલા સ્વદેશી વેન્ટીલેટરની કિંમત રૂા.1 લાખની છે જયારે અન્ય વેન્ટીલેટરની કિંમત રૂા.5 થી 20 લાખ સુધીની કિંમતના હોય છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
