વાંકાનેર: શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લોકડાઉનનો ભંગ કરનાર ૧૧ શખ્સો ઝડપાયા
“વાંકાનેર ના નવા પરા વિસ્તાર માં સાત વ્યક્તિઓ અને મિલ પ્લોટ માં થી ૪ કુલ ૧૧ વ્યક્તિઓને અટક કરી”
By Arif Divan -Wankaner
વાંકાનેર: હાલ વિશ્વમા કોરોનાવાયરસથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ચેપી રોગ કરોનાનો ભોગ બની રહ્યા છે ત્યારે વધુ લોકો આ રોગનો ભોગ ન બને તે માટે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ. કરણરાજ વાઘેલા ની કડક સૂચના અનુસાર વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં પી.આઈ રાઠોડ અને પી.એસ.આઇ મોલિયા સહિત સીટી પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં રહી લોક ડાઉન નો ચુસ્તપણે અમલ કરાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે.
આજરોજ તારીખ 22 ના રોજ સાંજે પેટ્રોલિંગ દરમિયાન સીટી પોલીસ વિસ્તારમાં આવેલા નવાપરા વિસ્તાર અને મીલ પ્લોટ વિસ્તારમાંથી ૧૧ જેટલા શખ્સોને લોક ડાઉન ભંગ બદલ અટક કરવામાં આવ્યા હતા, જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે નવાપરા વિસ્તારના ૭ વ્યક્તિ અને મીલ પ્લોટમાંથી ચાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે તેના પર જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…