મોરબી-વાંકાનેરમાં રાત્રી કર્ફયુમાં આજથી 300થી વધુ પોલીસનો સ્ટાફ ખડેપગે રહેશે.

વાંકાનેર શહેર માટે રાત્રી કર્ફયુના અમલ માટે 125નો પોલીસ સ્ટાફ અને મોરબી શહેર માટે 200 થી વધુ સ્ટાફ ફાળવવામાં આવ્યો

રાજ્ય સરકાર દ્વારા આજથી મોરબી અને વાંકાનેરમાં રાત્રી કર્ફયુ લાગુ કરવામાં આવ્યો છે. આથી મોરબી-વાંકાનેરમાં રાત્રી કર્ફયુંના અમલ માટે આજથી 300થી વધુ પોલીસનો સ્ટાફ ખડેપગે રહેશે. ખુદ એસપી અને ડીવાયએસપી મેદાને ઉતારશે, રાત્રે 10 પછી કામ સિવાય નિકળનાર સામે કાર્યવાહી કરાશે.

આજથી રાત્રી કર્ફયુના કડક અમલ પોલીસ ફરી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને ફરીથી રાત્રી કર્ફયુની કડક અમલવારી માટે પોલીસ તૈયારીઓ કરી છે. જેમાં વાંકાનેર શહેર માટે રાત્રી કર્ફયુના અમલ માટે 125નો પોલીસ સ્ટાફ અને મોરબી શહેર માટે 200 થી વધુ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત એસપી તેમજ ત્રણ ડીવાયએસપી રાઉન્ડ ધી કલોક પેટ્રોલીગ કરશે. મોરબી અને વાંકાનેર શહેરના લોકોને રાત્રે 10 પછી કામ અગત્યના સિવાય બહાર ન નીકળવું અને જો રાત્રે 10 પછી કામ સિવાય કોઈ આંટાફેરા કરતા દેખાશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે.

આ સમાચારને શેર કરો