Placeholder canvas

રાતીદેવળી ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે શૈલેન્દ્રસિંહ ઝાલાની બિનહરીફ વરણી

વાંકાનેર: તાજેતરમાં ગ્રામ પંચાયતની થયેલ ચૂંટણીમાં હવે નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ મીટીંગ બોલાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રથમ મીટીંગ ઉપસરપંચની વરણી કરવાની હોય છે.

આજે વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગ્રામ પંચાયતમાં ચૂંટણી બાદ પ્રથમ મીટિંગ મળી હતી જેમાં ઉપસરપંચની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી રાતીદેવળી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે માત્ર ઝાલા શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહનું એક જ ફોર્મ ભરાતા તેઓની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો