પાજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે રોશનબેન સિપાઈની બિનહરીફ વરણી
વાંકાનેર: તાજેતરમાં ગ્રામ પંચાયતની થયેલ ચૂંટણીમાં હવે નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ મીટીંગ બોલાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રથમ મીટીંગ ઉપસરપંચની વરણી કરવાની હોય છે.
આજે વાંકાનેર તાલુકાના પાજ ગ્રામ પંચાયતમાં ચૂંટણી બાદ પ્રથમ મીટિંગ મળી હતી જેમાં ઉપસરપંચ ની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી પાજ ગામ પંચાયતમાં ઉપસરપંચ પદે માત્ર સીપાઈ રોશનબેન ઉસ્માનભાઈનું એક જ ફોર્મ ભરાતા તેઓની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.