Placeholder canvas

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ: ગુજરાત સરકારની હાઇકોર્ટમાં રજુઆત, આ PIL પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે..

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જેમાં જયસુખ પટેલની કંપનીએ મૃતકોને પાંચ લાખ અને ઘાયલોને એક લાખ વળતર આપવાની હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં તે વખતના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની બેંચે તેને અપૂરતું ગણીને મૃતકોને 10 લાખ અને ઘાયલોને બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

આજની સુનાવણીમાં સરકારે જણાવ્યું હતું કે, જયસુખ પટેલની કંપની અજંતા ક્લોક દ્વારા 135 મૃતકો અને ઘાયલોનું વચગાળાનું વળતર કોર્ટના લીગલ એડમાં જમા કરાવી દીધું છે. સરકાર વતી એડવોકેટ જનરલે માહિતી આપી હતી કે, મોરબી નગરપાલિકાને ‘અસક્ષમ’ ગણીને તેને સુપરસીડ કરવામાં આવી છે. કંપનીના મેનેજીંગ ડિરેકટર સહિતના અધિકારીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે.

આ સુનવણીમાં સરકારે રજૂઆત કરી હતી કે, હવે આ પીઆઇએલની અંદર કશું રહેતું નથી અને આના પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે. પરંતુ અરજદારો દ્વારા મૃતકોના પરિવાર વતી એક એફિડેવીટ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ કરવામાં આવી હતી. ક્યાંક કંપની દ્વારા એ અજૂઆત કરવામાં આવી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર કે, Some highly posted entities એમને persuade કર્યા હતા. આ બ્રિજનું કામ રાખવા માટે.

આ બ્રિજનું કામ કરવા માટે. એ વસ્તુનો ખુલાસો કે એ વસ્તુની ઉપર રજૂઆત આજ દીન સુધી નામદાર કોર્ટમાં થઈ નથી. આગામી સુનાવણીએ અમારી રજૂઆત રહેશે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ક્યાંકને ક્યાંક આ વસ્તુની સ્પષ્ટતા થાય તો સત્ય બહાર આવે કે કોની રજૂઆત હેઠળ કે કોની પીઠના હાથના દબકે આ કામ આપવામાં આવ્યું હતું. તેની તપાસ બાકી છે. જેથી કોર્ટે આ મુદ્દે આગામી વધુ સુનાવણી 10 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

આ સમાચારને શેર કરો