Placeholder canvas

સુરતમાં બપોર બાદ ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ધોધમાર કમોસમી વરસાદ..!!!

કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળી

દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરના વાતાવરણમાં આજે ફરી એક વખત પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સુરતમાં સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે.

બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક જ આવેલા પલટાને લઇ શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉનાળાના સમયમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા શહેરીજનો અટવાયા હતા. શહેરીજનો બહાર નીકળ્યા અને વરસાદે તેમને અટકાયા હતા.

સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને તડકો-છાયો રહ્યાં કરતો હતો. ભર ઉનાળામાં આકરા તાપ અને ઉકળાટ વર્તાતો હતો. બપોર સુધી શહેરના જુદા જુદા વિસ્તારમાં છૂટોછવાયાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં હતાં. દરમિયાન બપોર બાદ અચાનક જ શહેરના તમામ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા અનેરી ઠંડક પ્રસરી હતી. શહેરમાં ઉનાળો જાણે ગાયબ થઈ ગયો હોય અને ચોમાસા જેવી ઠંડક સમગ્ર શહેરમાં પ્રસરી ચૂકી હતી.

આ સમાચારને શેર કરો