મોરબી: યુવતી રણચંડી બની છેડતી કરતા યુવકની ચપ્પલથી ધોલાઈ કરી નાખી..!!
મોરબીમાં એક રોમિયોને યુવતીની છેડતી કરવું ભારે પડ્યું છે. શહેરના નજરબાગ રેલવે સ્ટેશન નજીક એક રણચંડી યુવતીએ છેડતી કરનારા રોમિયોની ચપ્પલથી ધોલાઈ કરી હતી. યુવતી એટલી વિફરી હતી કે તેણે આસપાસના લોકોની એક પણ વાત સાંભળી નહોતી અને કોલર પકડીને રોમિયોને ચપ્પલથી ફટકાર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સમગ્ર પંથકમાં સોશિયલ મીડિયા પર વૉટ્સએપના માધ્યમથી વાઇરલ થઈ રહ્યો છે.
મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આજે રિક્ષામાં મુસાફરી દરમિયાન એક લંપટ શખ્સે લખણ ઝળવકાવ્યા હતા અને રિક્ષામાં બેઠેલી બે યુવતીઓની છેડતી કરતા મામલો બીચકાયો હતો. એક યુવતીએ રિતસર ગુસ્સે ભરાઈને નઝરબાગ રેલવે સ્ટેશન પાસે આ લંપટ યુવાનની સરા જાહેર ધોલાઈ કરી હતી અને રીતસર યુવતીએ ચમ્પલ વડે યુવાનને લમધારી નાખીને તેને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ભડિયાદ રોડ પરના નઝરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આજે એક રીક્ષા પસાર થઈ રહી હતી. આ રિક્ષામાં બે યુવતી બેઠી હતી. તેની સાથે રિક્ષામાં બેઠેલા એક અન્ય યુવાને ક્ષોભજનક હરકત કરી હતી અને લંપટ યુવાને રીક્ષામાં બેઠેલી યુવતીના અડપલાં કર્યા હતા. જેથી યુવતી ભારોભાર ગુસ્સે ભરાઈ હતી. દરમિયાન રીક્ષા નઝરબાગ રેલવે સ્ટેશન પસે ઉભી રહી ત્યારે લંપટ યુવાનને નીચે ઉતારીને યુવતીએ રીતસર રોષે ભરાઈને પોતાના ચમ્પલ વડે ઝૂડી નાખ્યો હતો.
આ બનાવને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે યુવતી એટલી હદે ગુસ્સે ભરાઈ હતી કે, લોકોના ટોળા વચ્ચે પણ લંપટ યુવાનની ચમ્પલ વડે ધોલાઈ કરતી રહી હતી અને ખાસ્સો સમય સુધી યુવતીએ માર મારીને હવે પછી કોઈ દિવસ બીજી યુવતીઓ સાથે આવી હરકત કરવાની હિંમત ન કરે તેવા આ લંપટ શખ્સના હાલ હવાલ કરી દીધા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ટાઉન બન્યો હતો અને લોકોએ યુવતીની હિંમતને બિરદાવી હતી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…