Placeholder canvas

મોરબી: નેચરલ ગેસના ભાવમાં રૂ.૧૦.૧૫નો વધારો: સિરામિક ઉદ્યોગમાં મહિને ૨૦૦ કરોડનું ભારણ વધશે

સિરામિક ઉધ્યોગ ઉપર મહિને ૨૦૦ કરોડથી વધારે ભારણ આવશે.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ૧૦.૭૫ રૂપિયાનો ભાવમાં વધારો કરવામાં આવેલ છે. આ ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગની કમર ભાંગી જશે, આ ભાવ વધારાના કારણે આગામી દિવસોમાં ટાઇલ્સ ભાવમાં વધારો કરવાની ઉદ્યોકારો પર ફરજ પડશે અથવા તો કારખાના બંધ કરવા પડશે.

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા અવાર નવાર વધારો કરવામાં આવી રહ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ વધી જાય છે કેમ કે, ઉદ્યોગકારો એડવાન્સમાં ઓર્ડર લેતા હોય છે જેથી એડવાન્સમાં લેવામાં આવેલા ઓર્ડર ગેસના જુના ભાવ પ્રમાણે ટાઈલ્સની પડતર કીમત નક્કી કરીને લેવામાં આવ્યા હોય છે ત્યાર બાદ અચાનક જ ગેસના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવતા ઉદ્યોગકારોને ખોટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

મોરબી સિરામિક ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી જે ગેસ મેળવવામાં આવે છે. તેના ભાવમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટેક્સ સાથે તે ભાવ વધારો ૧૦.૭૫ રૂપિયા જેટલો થાય છે જેથી કરીને મોરબીની સિરામિક ટાઇલ્સની પડતર કિંમત ઊંચી થઈ જશે અને હાલમાં કેટલાક કારખાના બંધ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં હજુ પણ વધુ કારખાના બંધ થાય તો નવાઈ નહી. આ ભાવ વધારાથી મોરબીના સિરામિક ઉધ્યોગ ઉપર મહિને ૨૦૦ કરોડથી વધારેનું ભારણ આવશે.

આ સમાચારને શેર કરો