મોરબી જિલ્લા Dy.SPએ SMP સ્કુલમાં SSCની પરીક્ષા આપનાર વિધાર્થીયોને Best Luck કહ્યું.

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવા ઉમદા હેતુથી મોરબી જિલ્લા ડી વાય.એસ.પી. ચૌધરી સાહેબ અને તેમની ટીમે વાંકાનેર તાલુકાની એસ.એમ.પી. હાઈસ્કૂલમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવેલ એસ.એસ.સી. કેન્દ્ર ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં કોઈપણ પ્રકારનો ભય કે ડર ન રાખવો તેમજ માનસીક રીતે સ્વચ્છ રહીને પરીક્ષા આપવી અને નૈતિકતા, પ્રામાણિકતા જેવા જીવનમૂલ્યો ને વળગીને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી.

ત્યારબાદ બધા જ પરિક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપીને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે એસ.એમ.પી. હાઈસ્કૂલના આચાર્ય તેમજ સ્થળસંચાલક એ.એ. બાદી એ પુષ્પગુચ્છ આપીને પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
