વાંકાનેર: બોર્ડના પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા આપી

વાંકાનેર: ગુજરાભરમાં આજથી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે બોર્ડના પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છા આપી હતી.

વાંકાનેર માં 12 સાયન્સના એક માત્ર કેન્દ્ર ખાતે ભાટીયા સોસાયટી ના સામાજિક કાર્યકરે વિદ્યાર્થીઓને ચોકલેટ અને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. આ કેન્દ્રમાં કોઇ રાજકીય આગેવાન દેખાયા નહોતા ત્યારે ભાટિયા સોસાયટીના એક નાના એવા સામાજિક કાર્યકરે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં 12 સાયન્સની પરિક્ષા એકમાત્ર અમરસિંહજી હાઇસ્કુલ ખાતે જ લેવાઇ રહી છે. અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કુલ ચૌદ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને કુલ 263 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે. આજે પરીક્ષાનો પહેલો દિવસ હોવાથી વર્ગખંડમાં પંદર-વીસ મિનિટ પહેલા એન્ટ્રી આપવામાં આવી હતી અને બધા જ વિદ્યાર્થીઓ હોંશે હોંશે પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા માટે પ્રવેશ કર્યો હતો.

જુઓ વિડિયો….

આ સમાચારને શેર કરો