મોરબી: ત્યજી દેવાયેલા નવજાત શિશુનું મૃત્યુ, અજાણી સ્ત્રી સામે ગુનો
મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં આવેલ મતવા ચોક પાસેથી શનિવારે સવારે ત્યજી દેવાયેલું તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણી સ્ત્રી સામે ગુનો નોંધાયો છે.
ગત શનિવારે મોરબીના વજેપર વિસ્તારમાં આવેલા મતવા ચોક પાસે તાજું જન્મેલું અને ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું હતું. આ વિસ્તારમાં રહેતા કાસમભાઈ કુરેશીએ એ ડિવિજન પોલીસને આ બનાવની જાણ કરી હતી. હાલમાં પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.