skip to content

ભારે વરસાદમાં મજુરની વહારે આવતાં સલીમ બાપુ: 107 પરિવારને રાશનકીટનું વિતરણ

અબડાસા: સતત 25 દીવસથી ભારે વરસાદના કારણે અબડાસાના મજદુર વર્ગની હાલત કફોડી થઈ ગઈ હતી, આવા કપરા સમયમાં સૈયદ સલીમશાબાપુ (વિંઝાણ) ના ગ્રુપ દ્વારા એકસો સાત પરીવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવી.

અબડાસા તાલુકાના સેવાભાવી સૈયદ પરીવાર દ્વારા હંમેશા ગરીબોના બેલી બની ને છેલ્લા પચીસ વર્ષ થી દરેક કપરી સ્થિતિમાં લોકોની હાલત ને સમજી ને મદદરૂપ થતા રહયા છે, તેવા કચ્છમાં કોમી એકતાના પ્રતિક અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ એવાં મુફ્તી એ આઝમ કચ્છ સૈયદ હાજીઅહેમદશા બાવા સાહેબના નાના ભાઈ ડૉ. હાજી જહાંગીરશા બાપુના પરીવાર દ્વારા ભુકંપ હોય કે વાવાઝોડું હોય કે દુષ્કાળ હોય કે પછી કોરોના જેવી મહાબિમારી હોય કે અતિવૃષ્ટિ હોય દરેક. સમયે આ પરીવાર વિંઝાણ ગામ અને આજુબાજુના ગામડાઓના ગરીબ વર્ગની હંમેશા પુછા કરતા આવ્યા છે. આ પરીવારના સૈયદ સલીમશા બાપુ પોતાની એક સંસ્થા દાવતે મુસ્તફા અબડાસા ઉભી કરીને સૈયદ સલીમશાબાપુ ગ્રુપ દ્વારા લોકોને જરૂરત મુજબ મદદ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે.

આ વખતે કચ્છમાં સિઝનમાં થતા વરસાદ થી બે ગણો વરસાદ થતાં અબડાસા તાલુકામાં તો સતત પચીસ દિવસ થી વરસાદ સતત ચાલુ રહેતા લોકોની હાલત કફોડી બની છે ત્યારે આ બાબતે સૈયદ સલીમશા બાપુ ને ધ્યાન એ આવતા તાત્કાલિક ધોરણે જરૂરતમંદ પરીવારોનું સર્વે કરીને તાત્કાલિક 107 પરીવારો માટે રાશનકીટ તૈયાર કરી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ બાબતે વહીવટી તંત્ર દ્વારા હાલ પંદરમી ઓગસ્ટે નાયબ કલેકટર ઝાલાના વરદહસ્તે પ્રમાણપત્ર આપી સૈયદ સલીમશા બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ અતિવ્રુષ્ટી ના સમયે ગરીબ પરિવારોના મસિહા તરીકે જે મદદ કરી રહ્યા છે તે બદલ ખીરસરા (વિંઝાણ) ગામ ના સરપંચ રજાક હિંગોરા એ સૈયદ સલીમશાબાપુને અભિનંદન આપ્યા હતા…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો