વાંકાનેર: મહીકા તાલુકા શાળાના શિક્ષક સમશેરભાઈ વાઘેલાનું અવસાન
વાંકાનેર: મહીકા તાલુકાના શિક્ષક સમશેરભાઈ વાઘેલાનું આજ રોજ અવસાન થયેલ છે.
શિક્ષક સમશેરભાઇ વાઘેલા મૂળ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણદેજ ગામના વતની હતા. તેવો છેલ્લા ૩૦ વર્ષથી વાંકાનેર તાલુકામાં શિક્ષક તરીકે સેવા બજાવી રહ્યા હતા, તેવો ૧૯૯૦માં વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ શિક્ષક તરીકે હાજર થઇને તેઓ ત્યાં ૧૯૯૬ સુધી શિક્ષક તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઓ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે તાલુકા શાળામાં હાજર થયા અને ત્યાં છેલ્લે સુધી શિક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા.
શિક્ષક સમશેરભાઈ વાઘેલાને સંતાનમાં 3 પુત્ર છે, જેમાં એક પુત્ર પશુ ડોક્ટર છે, બીજો પુત્રો જંતુનાશક દવાની દુકાન ચલાવે છે અને ત્રીજો પુત્ર બીએસસી બીએડ છે તેમના ત્રણેય પુત્રો તેમના વતનમાં સ્થાયી થયેલ છે.
સમશેરભાઈ વાઘેલા ખૂબ પ્રેમાળ સ્વભાવના અને વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ લાગણી રાખનાર શિક્ષક હતા જેથી તેઓ વિદ્યાર્થીમાં ખૂબ પ્રિય શિક્ષક હતા તેઓનું અવસાન થતાં તાલુકા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ છે. મહીકા તાલુકા શાળાને એક સારા શિક્ષકનું અવસાન થતા મોટી ખોટ આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…