Placeholder canvas

વાંકાનેર: રાણેકપર ગામમાં હવેથી દર પંદર દિવસે નિશુલ્ક મોબાઈલવાન તબીબી સેવા આપશે.

વાંકાનેરના રાણેકપર ગામમાં એચ.એલ.સોમાણી ફાઉન્ડેશન મોરબી અને હેલ્પેજ ઈન્ડિયા દ્વારા નિશુલ્ક મોબાઈલવાન હવેથી દર પંદર દિવસે સેવા આપશે.

રાણેકપર ગામમાં પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડ પાસે આજરોજ સોમાણી ફાઉન્ડેશન મોરબી તથા હેલ્પએજ ઇન્ડિયા દ્વારા નિશુલ્ક મોબાઈલવાન આવી હતી. સોમાણી ફાઉન્ડેશન દ્વારા ગામડાના દર્દીઓને તાવ,શરદી,ઉધરસ, બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓની નિશુલ્ક તપાસ તથા દવાઓ આપવામાં આવે છે. જેનો લાભ તમામ આબાલ વૃદ્ધો લઈ શકે છે. આજે આ મોબાઇલ વાનનું રાણેકપર પ્રાથમિક શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ મોબાઈલ વાનમાં દિવાળીબેન સોલંકી (SPO),ડો.શ્વેતાબેન અઘેરા (MBBS),સજનીબેન સોલંકી (ફાર્માસિસ્ટ) તથા હર્ષદભાઈ ચાવડા ડ્રાઇવર કમ કેશ કાઉન્ટરર આવેલા. આ ટીમે બાળકો તથા ગામ લોકોને હેલ્થ અવરનેસ વિશે માહિતી આપી ત્યારબાદ 53 જેટલા લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો. આ તકે કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ હુસેનભાઇ તથા રાણેકપર પ્રાથમિક શાળાનો સ્ટાફ અનિલભાઈ, નરેન્દ્રભાઈ, રણજીતભાઈ, અશ્વિનભાઈ તથા અંજનાબેન એ ખુબ મહેનત કરી હતી.

આ સમાચારને શેર કરો