Placeholder canvas

મિતાણા ગામે કારખાનામાંથી ઊડતી ધૂળ અને કાર્બનની રજથી પાકને નુકસાન થતું હોવાની કલેકટર સમક્ષ ખેડૂતોની ફરિયાદ

ટંકારાના મિતાણા ગામે ફેકટરીમાંથી ઊડતી ધૂળ અને કાર્બનની રજના કારણે પાકને નુકસાન થતું હોવાની જિલ્લા કલેકટર તેમજ મામલતદાર સમક્ષ રાવ કરવામાં આવી છે.

નારણભાઈ મોહનભાઇ દેવડા, ગોરધનભાઈ તરસીભાઈ દેવડાએ રજુઆતમાં જણાવ્યું હતું કે એમકેસી કંપની દ્વારા છેલ્લા 6 વર્ષથી મિતાણા પાસે મિક્સિંગ પ્લાન્ટ ચલાવવામાં આવતો હોય, જેના કારણે ધૂળ અને કાર્બનની રજ ઊડતી હોવાથી પાકને નુકસાન થઈ રહ્યું છે. આ મામલે ગ્રામ પંચાયતે પણ કલેકટરને પત્ર લખી આ બાબતે તપાસ કરાવી ફેકટરી ઉપર કાર્યવાહી કરવા અને ખેડૂતોને વળતર ચુકવવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી રોડ ચાર માર્ગીય બનાવવાના કામને હવે 6 વર્ષ થશે અને આ દરમિયાન અનેક વખત તંત્રને આ અંગે ધટતુ કરવા ખેડૂતોએ ગુહાર લગાવી હોવા છતાં જાડી ચામડીના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગત હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામા આવતી નથી અને તપાસ કરતા અધિકારીઓ ફરીયાદીને જાણ કર્યા વિના તપાસ કરી જતા રહેતા હોવાનો આક્ષેપ જી ટી દેવડાએ કર્યો હતો.

કપ્તાન ન્યુઝના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BIVFVpcFmFdHpSthQm4CAq

આ સમાચારને શેર કરો