Placeholder canvas

ધો 12માં ટંકારા તાલુકા પ્રથમ અને ગુજરાતમાં દ્રિતીય ક્રમ મેળવતો ભવ્ય ભાગિયા: ભુતકોટડાના જૈનિશે 99.69 PR મેળવ્યા

ટંકારા બાર એસોના પુર્વ પ્રમુખ એડવોકેટ & નોટરી RGB ગુર્પના ચેરમેન રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધો 12 માં ટંકારા તાલુકા પ્રથમ અને ગુજરાતમાં દ્રિતીય ક્રમ મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું.

બાર એસોના પુર્વ પ્રમુખ ટંકારા પંથકના કાયદાકીય બાબતોના નિષ્ણાત એડવોકેટ એન્ડ નોટરી આર જી ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જાહેર થયેલ પરીણામમા ઉત્કૃષ્ટ દેખાવ કરી ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યુ છે. સ્વભાવે સરળ ભવ્ય ભણતર સાથે ગણતર અને સામાજીક ન્યાય સહિતના ક્ષેત્રને જાણી સમજી અને અનુભવમાં લાવ્યો જેના થકી આખા ગુજરાતમાં બીજા ક્રમે અને ટંકારા તાલુકામા પ્રથમ ક્રમ સાથે એ વન ગ્રેડ અને 99.98 પી આર મેળવી ભાગીયા પરીવાર સાથે ટંકારા તાલુકાનુ ગૌરવ વધાર્યું છે.

જ્યારે ટંકારા તાલુકાના ભુતકોટડાના ખેડૂત પુત્ર જૈનિશે ઝળહળતી સફળતા મેળવી A1 રેક સાથે 99.69 પી આર મેળવી ઢેઢી પરીવારનું ગૌરવ વધાર્યું

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમા ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલા શૈલેષભાઈ ઢેઢીના પુત્ર જૈનિશે સિઝનમાં પરીવારને સહયોગી બનવા સાથે અભ્યાસમાં ધ્યાન પોરવી જબરદસ્ત દેખાવ કરી ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યુ છે. જેમા એ વન ગ્રેડ અને 99.69 પી આર મેળવી ઢેઢી પરીવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.

આ સમાચારને શેર કરો