Placeholder canvas

મિતાણા પાસે કારમાં મોબાઈલમાં બ્લાસ્ટ થયોને ડ્રાઇવરે કાબુ ગુમાવતા એક્સિડન્ટ થયુ: બે ને ઇજા

ટંકારા થી રાજકોટ રોડ ઉપર મિતાણા નજીક કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત : મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ, સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કારમાં સવાર ચાર વ્યક્તિ માંથી બેને ઇજા પહોંચી હોય ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામેથી આગળ રાજકોટ તરફ જતી કારમાં સવાર કોઈ વ્યક્તિનો મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચારેક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જેમાં પુષ્પાબા બલભદ્રસિહ ઝાલા ઉ.વ ૪૦અને અનસોયાબા શક્તિસિંહ ઝાલા ઉ.વ ૩૮ રહે રાજકોટ વાળાને નાની મોટી ઈજાઓ થઈ હોય ૧૦૮ ને જાણ કરતા ટંકારાના પાયલોટ કિશનસિહ અને ઈએમટી વલ્લભભાઈ લાઠિયા તાત્કાલિક ધટના સ્થળે દોડી ધાયલને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા હતા.

આ સમાચારને શેર કરો