Placeholder canvas

ચોટીલાના નાના કાંધાસર ગામે મહિલાને કચડીને મોતને ઘાટ ઉતારનારા હત્યારા પિતા-પુત્રને પોલીસે ઝડપી પાડ્યા.

ચોટીલાના નાના કાંધાસર ગામમાં ટ્રક નીચે કચડીને મહિલાની હત્યા કરનારા આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. જેમાં પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓના નામ રામશી અને અશ્વિન છે. જે બંને પિતા-પુત્ર છે. ચોટીલાના કાંધાસર ગામમાં રહેતા મંજુબેન વિષ્ણુદાસ ગોંડલિયાના પરિવારની દીકરીની રામશી મેણીયા નામના શખ્સે છેડતી કરી હતી.

જેને લઈને બંને પરિવારો વચ્ચે થોડા દિવસોથી માથાકૂટ ચાલતી હતી. આ વાતને લઈને બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અશ્વિન નામનો શખ્સ ધારિયું લઈને મંજુબેનને મારવા ધસી આવતાં હંગામો થયો હતો અને લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ ઉશ્કેરાયેલો રામશી ટ્રક લઈને ધસી આવ્યો અને હાજર લોકો કશું સમજે એ પહેલાં મંજુબેન પર ટ્રક ચડાવીને તેમની હત્યા કરી નાખી હતી. ચોટીલાનાં નાના કાધાસર ગામે સાધુ સમાજની મહિલાનું ટ્રક અડફેટે મૃત્યુ થતાં હત્યા અરેરાટી ફેલાઈ ગઈ હતી. જેમાં ગામના જ એક શખ્સે સાધુ સમાજની મહિલા પર ટ્રક ચડાવીને તેની હત્યા કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. આ ચકચારી ઘટના બાદ આરોપી ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો.

આ સમગ્ર મામલે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. હાલ તો પોલીસે આરોપી પિતા-પુત્રને ઝડપી લઈને બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો