મીતાણા: ગેસ લીકેજ હતો અને ચા બનાવવા દીવાસળી સળગાવી ને થયો ભડકો…

મિતાણા પાસે આવેલ પોલિકન પોલીમર્સ નામની કંપનીની ઓરડીમાં ચા બનાવતી વેળાએ ગેસ લિકેજના કારણે ભડકો થતાં બિહારી શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગેની મળેલ માહિતી મુજબ, ટંકારાના મિતાણા પાસે આવેલ પોલિકન પોલીમર્સ નામની કંપનીમાં કામ કરતાં શ્રમિક શશીકાંત બિહારી વર્મા (ઉ.વ.23) ગતરાત્રે કારખાનામાં આવેલ ઓરડીમાં હતો ત્યારે ઓરડીમાં ચા બનાવવા ગયેલ હતો ત્યારે ગેસ લીકેજ થયેલ હતો અને ચા બનાવવા માટે દીવાસળી સળગાવતા ભડકો થયો હતો અને યુવક શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. વધુમાં યુવક મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે.

આ સમાચારને શેર કરો