મેારબી આરેાગ્ય વિભાગ દ્રારા મેલેરીયા જાગૃતિ સંદર્ભે રંગેાળી સ્પર્ધા યેાજાય

જુન માસને મેલેરીયા માસની ઉજવણીના ભાગરૂપે મોરબી આરેાગ્ય વિભાગ દ્રારા જિલ્લામાં નવતર પ્રયોગ હાથ ધરાયેા હતેા જેમા મેલેરિયા વિષે જનજાગૃતિનો સંદેશો આપતી રંગોળી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

મોરબી જીલ્લાના તમામ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૫ અર્બન હેલ્થ સેન્ટરમાં બનાવવામાં રંગેાળી બનાવવામાં આવેલ અને રંગોળી દ્વારા લોકોમાં મેલેરિયા બાબતે તકેદારી રાખવા અંગેના સંદેશાઓ પ્રદર્શિત કરેલ અને રંગોળી દ્વારા જન-જાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ તેમ અધીકારીએ જણાવેલ છે.

આ સમાચારને શેર કરો