મોરબી જિલ્લાના ૭૪ તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી…

મોરબી જિલ્લાના ૭૪ તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પંચાયત કચેરીની મહેકમ શાખા દ્વારા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તેમની માંગણી અનુસાર બદલી કરવાનો આજે હુકમ કરવામાં આવેલ છે.જે લિસ્ટ નીચે મુજબ છે. લિસ્ટ જોવા માટે નીચે […]

મોરબી જિલ્લા પંચાયતમાં ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા છેલ્લા બે વર્ષથી ટેન્ડર પ્રક્રિયા વગર ખાનગી પેઢીને ખટાવવા ચાલતા ખેલને નિશાન ઉપર લીધો છે. આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢી પાસેથી હાલમાં 25 જેટલા […]

મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક

ઉપનેતા પદે વાંકાનેરના નવઘણભાઈ મેઘાણીની પસંદગી મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સમિતિએ વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક કરી છે. આ ત્રણેય પદમાંથી વિપક્ષનો કાર્યભાર રવાપરા બેઠકના નયનભાઈ લાલજીભાઈ અઘારાને, ઉપનેતા તરીકેની જવાબદારી મહીકા બેઠકના નવઘણભાઈ દેવશીભાઈ મેઘાણીને તથા દંડક તરીકેનો કાર્યભાર ટિકર રણના સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે. મોબાઈલ એપ્સઝડપથી […]

મોરબી જિલ્લામાં વિકાસ કામ માટે 60.73 કરોડ મંજુર

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા કામો પ્રગતિ હેઠળ છે. જેમાં ૧૫માં નાણાપંચની યોજના હેઠળ ગ્રામ્યક્ક્ષાએ વિકાસના કામો માટે મોરબી જિલ્લાને અત્યાર સુધીમાં કુલ રૂ. ૬૦.૭૩ કરોડની રકમ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષા માટે ફાળવવામાં આવેલ છે. મોરબી […]

મોરબી: જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં ચેરમેનની વરણી કરવામાં આવી

કારોબારીમાં જ્યંતિલાલ, શિક્ષણમાં સોનાગ્રા, હીરાલાલને આરોગ્ય અને અજય લોરિયાને બાંધકામ સમિતિનું ચેરમેન પદ મળ્યું મોરબી જિલ્લા પંચાયતનું નવનિર્મિત ભવન ધમધમતું થાય તે પૂર્વે જ સામાન્ય સભામાં થયેલ સમિતિઓની રચના મુજબ વિવિધ સમિતિઓમાં ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. ગત સામાન્ય સભામાં સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી છે. કારોબારી સમિતિપડસુંબીયા જયંતીલાલ […]

મોરબી જિલ્લા પંચાયતના નવા ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ગુરુવારે ઈ-લોકાર્પણ

મોરબી શહેરના શોભેશ્વર રોડ પાસે, સો ઓરડી નજીક જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં નવનિર્મિત જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું ગુરુવાર, ૩જી જૂનના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. કોરોના કાળમાં પણ રાજ્ય સરકારની વિકાસ યાત્રા વણથંભી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માં ગુજરાત રાજ્યના તમામ નવરચિત જિલ્લાઓની જેમ મોરબી જિલ્લામાં […]

મોરબી:આવતીકાલે જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ સામાન્ય સભા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં નવી ચૂંટાયેલી બોડીના નવ નિયુક્ત ભાજપના પ્રમુખ – ઉપપ્રમુખ દ્વારા સતાના સૂત્રો સંભાળ્યા બાદ આવતીકાલે પ્રથમ સામાન્ય સભા મળી રહી છે. જેમાં નાણાંકીય વર્ષ 2020-21ના સુધારેલા અંદાજપત્રની સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22ના બજેટને મંજુર કરવાની સાથે મનરેગા બજેટ પણ રજૂ થશે. મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના નવા સુકાનીઓએ શાસન ધુરા સંભાળતા […]

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે ચંદુભાઈ સિહોરા

ઉપ પ્રમુખ પદે જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા અને કારોબારી ચેરમેન પદે જયંતિભાઈ પડસુમ્બિયા, દંડક તરીકે હીરાભાઈ ટમારીયા અને શાસકપક્ષના નેતા તરીકે ઝાહિર અબ્બાસ યુસુફભાઇ સેરસીયા મોરબી : આવતીકાલે સવારે 11 વાગ્યે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાશે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખપદે ચંદુભાઈ સિહોરા અને ઉપપ્રમુખ પદે જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના નામ ફાઇનલ થયા હોવાની […]

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વાંકાનેરની છ સીટ પર ભાજપે કોણે ટિકિટ આપી? જાણો

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાંથી વાંકાનેરમાં આવતી છ જિલ્લા પંચાયતની સીટ માટે ભાજપમાંથી કોણ ચૂંટણી લડશે તે પણ હવે સ્પષ્ટ થઇ ગયું છે વાંકાનેરની જિલ્લા પંચાયતની 6 સીટના ભાજપના ઉમેદવારો (1) ચંદ્રપુર બેઠક – રૈયાબેન ભોપાભાઇ મકવાણા(2) ઢુંવા બેઠક – સરોજબેન વાઘજીભાઈ […]

વાંકાનેર: આજે પ્રથમ દિવસે જિલ્લા પંચાયતના 8, તાલુકા પંચાયતના 31 અને નગરપાલિકાના 17 ફોર્મ ઉપડ્યા

વાંકાનેર, તા.8 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણ શરૂ થયું છે. વાંકાનેર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે ફોર્મ ઉપાડવાનું ઉમેદવારોએ શરૂ કર્યું હતું. વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે આજે પ્રથમ દિવસે કુલ 17 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા પંચાયતની 24 […]