Placeholder canvas

વાંકાનેર: મકાનની છત પરથી રમતા રમતા પડી જતા બાળકીનું મોત.

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર ઢુવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં મકાનની છત પરથી રમતા રમતા પડી જતા એક બાળકીનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી.

વાંકાનેરના માટેલ રોડ ઉપર ઢુવા નજીક આવેલ રોલકેસ સીરામીક કારખાનામા રહીને મજૂરી કામ કરતા શ્રમિક પરિવાર શૈલેશભાઇ વજાભાઇ ગરાસીયાની ત્રણ વર્ષની દીકરી પુજાબેન રોલકેસ સીરામીક કારખાનામા મકાનની છત ઉપર રમતા રમતા નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમા ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરન ડોક્ટરે આ બાળકીને મૃત જાહેર કરી હતી.

આ સમાચારને શેર કરો