Placeholder canvas

મેસરીયા પીએચસીના વિનયગઢ અને વિઠલગઢ ગામે ‘એડોલેશન હેલ્થ ડે’નું આયોજન થયું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરિયા ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સતાપર ના વિનયગઢ અને વિઠલગઢ ગામે ભારત સરકાર ના ચાલતા RKSK(રાષ્ટ્રીય કિશોર/કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ) અંતર્ગત એડોલેશન હેલ્થ ડે નું ગુલજાર આઇ. શેરસીયા(CHO), જાસીરા એમ. બાદી(FHW), હિતેશ કે. ગાબુ(MPHW), અને આશા વર્કર દ્વારા આયોજન કરવામાં આવ્યું.

જેમાં ઇન્જરી એન્ડ વાયોલેન્સ ટોપીક પર ચર્ચા કરી અને બાળકોના જ્ઞાન માં વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ બાળકોને ગેમ રમાડવામાં આવી અને બાળકોને મુંઝવતા પ્રશ્નો નું નિરાકરણ કરીને કાર્યક્રમના અંતે બાળકોને ભેટ આપી અને નાસ્તો કરાવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો