Placeholder canvas

રાજકોટ : કાલાવડ રોડ પર જમીનમાંથી એકાએક ભભૂકી ઉઠી આગ…

રાજકોટના કાલાવડ રોડ પર આજે ચોકાવનારી ઘટના બની છે. શહેરના હાર્દ સમા વિસ્તારમાં ખોદકામ કરતી વખતે જમીનમાંથી આગ ભભૂકી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે લોકોએ જમીનમાંથી પાણી કે બીજા કેમિકલ બહાર નીકળતા જોયા હશે પણ રાજકોટમાં બનેલી આ ઘટના ખૂબ ચોકાવનારી છે.

મળેલી માહિતી મુજબ, બિલ્ડીંગના પાયા ખોદતી વખતે ગેસ પાઈપલાઈન તૂટી જતા આ ઘટના બની હોવાનું અનુમાન છે. ઘટના બાદ રાહદારીઓ આ કેમ થયું? પૂછતા થઈ ગયા હતા. જો કે હાલ આ મામલે કોઈ જાનહાનીના સમાચાર નથી. આ દ્રશ્ય જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટના બાદ કાયર વિભાગની ટીમે પહોંચી આગ કાબુમાં લીધી હતી.

આ સમાચારને શેર કરો