Placeholder canvas

તે તારા પુત્રને સ્કુલે કેમ નથી મોકલ્યો? એટલું કહયુ તેમાં છરીથી હુમલો કર્યો !

રાજકોટ: રૈયાધારના મફતીયાપરામાં બાળકને સ્કુલે મોકલવા મામલે બે પિતરાઇ ભાઇના પરીવાર વચ્ચે ઝઘડો થતા છરી અને પથ્થરથી હુમલો થતા બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા.

બનાવની વિગત અનુસાર, રૈયાધાર મફતીયાપરામાં રહેતા સુનિલભાઇ દિલીપભાઇ રાઠોડ (ઉ.વ.રપ) આજે બપોરે 1.30 વાગ્યે ઘરે હતા ત્યારે તેના પિતરાઇ ભાઇ વિક્રમ લખુ ચૌહાણનો પુત્ર વનરાજ સ્કુલે ન ગયો હોય અને ઘરે હોઇ જેથી સુનિલે તે મામલે વિક્રમને કહેતા ઉશ્કેરાયેલા વિક્રમ ચૌહાણ અને તેની પત્ની પારૂલે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા.

જયારે સામાપક્ષે બચાવમાં સુનીલ તેની પત્ની કાજલ અને પુત્ર વનરાજે વિક્રમ ચૌહાણ પર પથ્થરથી હુમલો કર્યો હતો. તેમજ તેમની રીક્ષામાં પણ તોડફોડ કરી હતી. સામસામી મારામારીમાં ઘવાયેલા બંને યુવકોને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો.

આ સમાચારને શેર કરો