વાંકાનેર: માટેલ રોડ પરથી દેશી દારૂ વેચતો એક ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યારે વાંકાનેરમાં દેશી દારૂ વેંચતો ઈસમો ઝડપાયા છે.

વાંકાનેરમાં માટેલ રોડ પર ભવાની કાંટા પાસે આરોપી રાહુલ રઘુભાઇ પીપળીયા પોતાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં આશરે ર૫૦ મી.લી. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી ભરેલ નાની નાની કોથળીઓ નંગ.૧૨ દેશીદારૂ લીટર-૦૩ કી.રૂ.૬૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ મળી આવ્યો હતો.

પોલીસે આ દારૂનો જથ્થો અને આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો