skip to content

લીંબડી નેશનલ હાઈવે ઉપર એક ટ્રકની પાછળ બીજો ટ્રક ઘુસી ગયો…

લીમડી નેશનલ હાઈવે ઉપર આજે અકસ્માતોની હારમાળા સર્જાય છે ત્યારે એક ટ્રક એક ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાવવા પામ્યો છે જેમાં ડાઈવરને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તાત્કાલિક 108 મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

લીંબડી પોલીસને જાણકારી આપવા આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, જાણવા મળેલી વિગતો અનુસાર લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલ મીઠાપુર અને જનશાળી ગામના પાટીયા પાસે આજે આગળ ઉભેલા ટ્રકની પાછળ બીજો એક ટ્રક ધડાકા ભૈર ઘૂસી જતા ઘૂસી ગયેલા ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક અસરે સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરો