skip to content

હડમતીયા ગોલીડા પાસે મામા ભાણેજ પર કૌટુંબીક શખ્સોનો તલવારથી હુમલો…

રાજકોટ: હડમતીયા ગોલીડા પાસે શીખ મામા ભાણેજ પર જુની અદાલતનો ખાર રાખી કૌટુંબીક ત્રણ શખ્સોએ તલવારથી હુમલો કરતાં ઈજાગ્રસ્ત મામા-ભાણેજને સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં.પ્રાપ્ત વિગત અનુસાર સરધાર ગામે રહેતા પ્રધાનસિંગ સંતોષસિંગ દુદાણી (ઉ.વ.35) રાજકોટમાં ઈંડાની લારી ચલાવે છે. અને તેનો ભાણેજ જોગેન્દ્રસિંગ મીન્તસિંગ બાડમ (ઉ.વ.18) (રહે.કુવાડવા) લોખંડના કારખાનામાં કામ કરે છે.

ગઇ કાલે મામા ભાણેજ બંન્નેનું કામ પુરૂ થયા બાદ સાથે જોગેન્દ્રસિંગના ઘરે કુવાડવા જતા હતાં. ત્યારે બંન્ને હડમતીયા ગોલીડા પાસે ચા પિવા માટે ઉભા હતાં. ત્યારે પાછળથી આવેલા તેના કુટુંબી ભાઈ રામુસિંગ, જોયસિંઘ, અજીતસિંગ, સહીતનાઓએ તલવારથી હુમલો કરી નાસી છુટયા હતાં. હુમલામાં ઘવાયેલા મામા ભાણેજને 108 મારફતે સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્તના નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ઈજાગ્રસ્ત પ્રધાનસિંગે જણાવ્યું હતું કે, તેના કુટુંબી અજીતસિંઘ સાથે 15 દિવસ પહેલા ઝઘડો થયો હતો. અને બાદમાં ફોન પર ગાળા ગાળી થઈ હતી. જેનો ખાર રાખી શખ્સોએ હુમલો કર્યો હતો.

આ સમાચારને શેર કરો