Placeholder canvas

હવે હદ કરી હો 😡 સોમ-મંગળમાં ફરી પાછું માવઠું !!

રાજયના 17 સેન્ટરોમાં તાપમાન 37 થી 40 ડીગ્રીએ પહોંચ્યુ:આવતીકાલ સુધી પારો ઉંચો રહેશે: સોમ-મંગળમાં વાદળછાયા વાતાવરણ-હળવા ઝાપટાની આગાહી

હવામાન પલ્ટા બાદ ફરી ગઈકાલથી રાજયમાં મોટાભાગનાં સ્થળોએ હવામાન સ્વચ્છ થવા સાથે બપોરનું તાપમાન ઉંચકાયું હતું અને હજુ બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે અનેક સ્થળોએ 38 થી 40 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાશે…

જોકે ફરી સોમવારથી રાજસ્થાન ઉપર બની રહેલા વધુ એક સાયકલોનીક સકર્યુલેશનની અસર હેઠળ ફરી બે દિવસ માટે રાજયમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક સ્થળોએ સુર્યદેવતાએ આકરૂ સ્વરૂપ દેખાડયુ હતું. ગઈકાલે 17 શહેરોમાં મહતમ તાપમાન 36 થી 40 ડીગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમીમાં અકળાયા હતા.રાજયમાં ગઈકાલે હાઈએસ્ટ ગરમી ડાંગ ખાતે 40 ડીગ્રી સાથે નોંધાઈ હતી. ત્યાં ફરી પાછા મોકાણના સમાચાર આવ્યા છે કે આગામી સોમ, મંગળવારમાં વાતાવરણમાં પલટો આવશે અને ગમે ત્યાં હળવા ઝાપડા પડવાની આગાહી આપવામાં આવી છે… ખરેખર હવે તો હદ થાય છે…!! આવું કહેવું કોને..?

આ સમાચારને શેર કરો