વાંકાનેર: મોહદ્દિષે આઝમ મિશન દ્રારા ઈમામે હુશેનની યાદમાં હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયું

વાંકાનેર: આજે યૌમે આશુરા (મોહરમ)ના દિવસે ઈમામે હુશેનની યાદમાં મોહદ્દિષે આઝમ મિશન વાંકાનેર તરફથી વાંકાનેરની સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું.

આજે મોહરમ (તાજીયા) નો દિવસ છે, આજે લોકડાઉનના કારણે ઇમામ હુસેનની યાદમાં બનાવવામાં આવતા તાજીયા હાલ સરકારનો કોઇપણ પ્રકારના ધાર્મિક ઉત્સવ પર પ્રતિબંધ હોવા ના કારણે બનાવવામાં નથી આવ્યા અને લોકો આજે કોરોના મહામારીમાં સપડાયેલ છે, ત્યારે હઝરત સૈયદ હસન અસ્કરીમીંયાની સૂચનાથી મોહદ્દિષે આઝમ મિશન વાંકાનેર તરફથી આજે વાંકાનેર તાલુકાની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ તેમજ અન્ય જગ્યાએ જરુરીયાતમંદોમાં આશરે 344 ફ્રુટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આમ મોહદ્દિષે આઝમ મિશન દ્વારા અનોખી રીતે એક માનવતાવાદી કામ કરીને મોહરમ તહેવારની ઉજવણી કરવામાં આવી છે, કેમકે મોહદિષે આઝમ મિશનનો મકસદ “કૌમ ની ખિદમત” કરવાનો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •