Placeholder canvas

મહિલા સર્કલ ઓફિસરની ચુંદડી ખેંચી, કપડા ફાડી નાખી ધમકી આપી…

જુનાગઢ રહેતા અને ભેંસાણ ખાતે તાલુકા પંચાયતમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતી વિપ્ર યુવતીને ચાલુ ઓફીસે પોતાની ફરજમાં રૂકાવટ કરી હાથાપાઈ કરી ધકકે ચડાવી ચુંદડી ખેંચી ડ્રેસ-કુર્તી પાડી નાખી એટ્રોસીટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ઘટના ગઈકાલે ભેંસાણ તાલુકા પંચાયતની કચેરીમાં ભરબપોરે બનવા પામ્યો હતો.

ભેંસાણ પોલીસમાં નોંધાયેલી ફરીયાદમાં જુનાગઢ ઝાંઝરડા રોડ શકિત પાર્ક સોસાયટીમાં રહેતા અને ભેંસાણ તાલુકા પંચાયત કચેરીમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા દેવલતાબેન હીંમતભાઈ દવે (ઉ.38) ગઈકાલે બપોરના એકના સુમારે પોતાની ઓફીસમાં હાજર હતા ત્યારે આરોપીઓ ભાવેશ જાદવ રે.નવી ધારી ગુંદાળી, ભીખા મેઘાભાઈ રાઠોડ રે.નવી ધારી ગુંદાળી, રોહીત સોલંકી રે. ખંભાળીયા, અરજણ ઉર્ફે ભગા લખમણ સોલંકી રે. ખંભાળીયા અને વિનોદ ઉર્ફે વીકી નાનજી સાસીયા રે.

પરબવાવડી વાળા પાંચેયે ઓફીસમાં આવી દેવલતાબેન દવેને કહેલ કે તે અરજીઓ કેમ નામંજૂર કરી તેમ કહી તેનો જવાબ આપો અમારે વકીલ દ્વારા તને નોટીસ આપવી છે. તને ખબર નથી કે અમે કયા સમાજના છીએ, તારી ઉપર એટ્રોસીટી કરવી છે અને તારી સામે ધરણા ઉપર બેસી એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવી છે. તેવી ધમકી આપી એકદમ ઉશ્કેરાઈ જઈ દેવલતાબેન દવેને એક સંપ કરી આરોપી રોહીત સોલંકી અને વિનોદ ઉર્ફે વીકીએ ચુંદડી ખેંચી ફાડી નાખી હતી

જયારે ભાવેશ જાદવે દેવલતાબહેને પહેરેલ ડ્રેસની કુર્તિ ફાડી નાખી હતી તેમજ ભીખા મેઘા રાઠોડ અને અરજણ ઉર્ફે ભગા લખમણે ધકકા મારી ગેરકાયદે રીતે હાથાપાઈ કરી માર મારી હાથમાં ઈજા કરી ફરજમાં રૂકાવટ કર્યાની ભેંસાણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ ડી.કે. સરવૈયાએ તપાસ હાથ ધરી ઈ.પી.કો. કલમ 332, 353, 354, 186, 143, 149, 504, 506 મુજબ ગુનો દાખલ કર્યો છે.

આ સમાચારને શેર કરો