Placeholder canvas

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ 70% ભરાયો… જળ સપાટી કેટલા ફુટે પહોંચી જાણવા વાંચો…

વાંકાનેર: છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છે, વાંકાનેર પંથકમાં ઝરમર ઝરમર વરસાદી ઝાપટા પડી રહયો છે. જુનાગઢ સાઈડમાં ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો હતો એમના કારણે કપ્તાનના વાચકોને મચ્છુ ૧ ડેમ કેટલો ભરાયો ? તે જાણવાની ઈચ્છા થઈ આવે… આજે સવારથી જ કેટલાક વાંચકોએ મેસેજ કર્યા કે… મચ્છુ ૧ ડેમ કેટલો ભરાયો ? મચ્છુ ૧ ડેમના શું વાવળ છે ? વગેરે… વગેરે…

કપ્તાના વાંચોકોને જણાવવાનું કે મચ્છુ ૧ ડેમ 70% ભરાઈ ગયો છે, હાલની મચ્છુ ૧ ડેમની સપાટી 45.5 ફૂટ છે. હાલમાં મચ્છુ ૧ ડેમમાં 152 ક્યુસેક પાણીની આવક ચાલુ છે… એટલે ટૂંકમાં એવું કહી શકાય કે હજુ મચ્છુ ૧ ડેમ છલકાવામાં સાડા ત્રણ ફૂટનું છેટુ છે…. કદાચ આ વરસાદી વાતાવરણમાં આપને ઓવરફ્લો થવાના સમાચાર પણ મળી શકે ખરા… પરંતુ હાલમા તો આપણે મચ્છુ ૧ ડેમ ઓવરફ્લો થવાના સમાચાર અમે લખવાની અને વાંચકો વાંચવાની રાહ જોઈએ… પણ મનમાં એવું થયા કરે છે કે આ ઘડી હવે બહુ દૂર નથી…. બાકી તો બધું કુદરતના હાથમાં છે….

જુવો વિડીયો…

વાંકાનેર તાલુકા તમામ અને મોરબી જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના સમાચાર મેળવવા માટે કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવો.

કપ્તાનનના whatsapp ગ્રુપમાં જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/ErcgEVELcYB7TvuIVahAO0
ઉપરની લીંક તમે તમારા મિત્ર સર્કલ અને જે કપ્તાનના ન્યુઝ મેળવવા ઈચ્છતા હોય તે દરેકને સેર પણ કરી શકો છો…

આ સમાચારને શેર કરો