Placeholder canvas

ટંકારા નજીક બે કાર વચ્ચે અકસ્માત, ક્રેટા પલટી ગઇ, વેગનારનુ પડીકું વળી ગયું.

મોરબી રાજકોટ હાઈવે અકસ્માત ઝોન સમાન બની ગયો છે છાશવારે અકસ્માત સર્જાતા રહે છે જેમાં આજે હાઈવે પર જતી બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી

રાજકોટ મોરબી હાઈવે પરથી પસાર થતી ક્રેટા કાર જીજે ૩૬ એસી ૮૮૮૫ અને જીજે ૦૩ પાસીંગની વેગનાર કાર વચ્ચે ટક્કર થવા પામી હતી જે અકસ્માત બાદ ક્રેટા કાર પલટી મારી ગઈ હતી જયારે વેગનાર કારના બોનેટનો ભાગનો બુકડો બોલી ગયો હતો

અકસ્માતને પગલે સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વેગનાર કારના ચાલકને બંને પગમાં ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી

આ સમાચારને શેર કરો