Placeholder canvas

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ હજુ 60% જેટલો જ ભરાયો છે…

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ કેટલો ભરાયો ? આવા પ્રશ્નો છેલ્લા બે દિવસથી કપ્તાના વાંચકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે, ત્યારે આજે અમે મચ્છુ-૧ ડેમની માહિતી મેળવીને આપ સુધી પહોંચાડી રહ્યા છીએ…. સાવ ટૂંકમાં કહી તો મિત્રો મચ્છુ એક ડેમ 60% જેટલો (59%) ભરાયો છે, અને હજુ 40% જેટલો ભરાવાનો બાકી છે.

મચ્છુ-૧ ડેમ સાઈડ પરથી મળેલી માહિતી મુજબ મચ્છુ-૧ ડેમની હાલની સપાટી 43 ફૂટની છે આપને યાદ અપાવી દઈએ કે મચ્છુ-૧ ડેમની કુલ સપાટી 49 ફૂટની છે. એટલે હજુ છ ફૂટ ભરાવાનો બાકી છે, ત્યારે આપને સ્વાભાવિક પણ એવું થાય કે હવે તો માત્ર 6 ફૂટ જ ભરાવાનો બાકી છે તો આપને જણાવી દઈએ કે આ છ ફૂટ એટલે ડેમની કુલ જળ સપાટીની 40% જળ સપાટી થાય.

ચોમાસા શરૂ થયું ત્યારે પૂર્વે મચ્છુ-૧ ડેમની સપાટી 24 ફૂટની હતી આ ચોમાસા દરમિયાન તે વધીને 43 ફૂટે પહોંચી છે. આમ ચોમાસા દરમિયાન 19 ફૂટ પાણીની આવક થઈ છે. અમારી પાસે જે માહિતી છે તે મુજબ 39 ફૂટે મચ્છુ-૧ ડેમની પાણીની અડધી સંગ્રહ શક્તિ થાય છે. મતલબ કે જ્યારે મચ્છુ-૧ ડેમની સપાટી 39 ફૂટે પહોંચે ત્યારે અડધો ડેમ ભરાયો એમ કહેવાય… આ ઉપરના જે અત્યારે છ ફૂટ બાકી છે એ છ ફૂટ પાણી ભરાવવામાં ખૂબ જ સમય લાગે છે અને ખૂબ જ મોટો પાણી જથ્થો આવે ત્યારે જળ સપાટી ઊંચાકાય છે.

આમ હજુ મચ્છુ-૧ ડેમ ભરાવાની વાર છે, પણ હા જો કુદરત ધારે તો રાતો રાત પણ મચ્છુ ડેમ ઓવરફ્લો કરી દે અને અમારે સવારે સમાચાર નાખવા પડે કે ‘મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો’ આવા રાતોરાત મચ્છુ-૧ ડેમ ભરાયાના કપ્તાન ખુદ સાક્ષી છે. આનું નામ જ કુદરત… ત્યારે જ ભાઈ આ માણસ કુદરત સામે નમે છે, બાકી માણસને નમાવવો સહેલો નથી હો… આશા રાખીએ અને કુદરત પાસે પ્રાર્થના અને દુઆ કરીએ કે મચ્છુ-૧ ડેમ આ વર્ષે પણ ઓવરફ્લો થાય…

આ સમાચારને શેર કરો