સૌરાષ્ટ્ર

નદીના ધસમસતા પાણીમાં બે યુવક તણાયા, એકનો બચાવ, બીજાનો મૃતદેહ હાથ લાગ્યો

રાજકોટ: ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે બે યુવકો પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો તણાયા હતા. જેમાંથી એક યુવાને વીજપોલ પકડી લેતા તેનો બચાવ થયો હતો. જ્યારે અન્ય એક યુવાન પાણીમાં આગળ તણાઇ જતા ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી.

આથી આખી રાત સર્ચ ઓપરેશન કર્યા બાદ NDRFની ટીમને આજે સવારે 10 વાગ્યે લાપતા યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. મૃતકનું નામ જયદીપ ગિરધરભાઈ ભુવા છે. જયદીપનો મૃતદેહ પાણી અને ઝાડમાં ફસાયેલો હતો. હાલ મૃતદેહને પીએમ માટે ધોરાજી હોસ્પિટલ ખસેડ્યો છે.

આ સમાચારને શેર કરો