Placeholder canvas

ટંકારા: એમ.પી.દોશી વિધાલયને આધુનિક બનાવવાની અપિલને પુર્વ છાત્રોએ વધાવીને લાખોની રકમનો ધોધ વહાવ્યો.

ટંકારાની એમ પી દોશી વિર્ધાલય ખાતે ઐતિહાસિક ભુતપૂર્વ વિધાથી શિક્ષકો અને આગેવાનોના મિલાપ તરંગ ઉજવાયો દેશ વિદેશમાં સેવા અને ખયાતી પામનાર આ શાળામાં અભ્યાસ કરતા છાત્રો ફરી એક વાર ભેળા મળી જુની યાદો વાગોળી. શાળાના વર્તમાન બાળકો દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજયો શાળાને ડિઝીકટલ અને આધુનિકતા તરફ લઈ જવા માતબર રકમ દાનમાં આપી રૂણ ચુકવયુ.

ટંકારા તાલુકામાં 60ના દશકમાં સ્થાનિક કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મળી રહે એવા ઉમદા આશયથી ઉચ્ચ કોટીના મહાજન અને મોરબી રાજવી સાથે પારિવારીક ધરબો ધરાવતા મગનલાલ દોશી દ્વારા આ શાળાની શરૂઆત કરી હતી જેમાં હજારો વિદ્યાર્થીઓ અક્ષરજ્ઞાન અને પ્રમાણિત બની આજે દેશ વિદેશમાં વસવાટ કરે છે ત્યારે વર્તમાન શાળા સંચાલક અને શિક્ષકો દ્વારા ભુતપૂર્વ વિધાથીનુ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કર્યું હતું જેમાં ત્રણેક હજાર ભુતપૂર્વ વિધાર્થીઓ હાજર રહી ઐતિહાસિક કાર્યક્રમ બનાવ્યો હતો.

આ તકે વર્તમાન વિધાર્થીઓએ 15 જેટલી અલગ અલગ કુર્તી રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિવ્યાંગ વિધાર્થી આર્યન અંદરપા એ એમ પી દોશી ની માનવતા ભર્યા વલણને પોતાની ભાષામાં વાગોળી તો માઈગ્રેડ મજુરો ના છોકરા પણ અહી અભ્યાસ કરતા હોય આદીવાસી નૃત્ય કરી એની ભાવના વ્યક્ત કરી હતી. શાળાના હસમુખજી પરમાર, કળવાતરા સાહેબ, ભાલારા સાહેબ, શાહ સાહેબ સહિતના સ્વર્ગસ્થ શિક્ષકોને યાદાંજલી અર્પી હતી તો જુના ટ્રસ્ટી મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરીવાર, શાહ પરીવાર, મહેન્દ્ર ભાટીયા, ગંગારામ રાજસી સહિતના વર્તમાન ટ્રસ્ટી ડી. વી. મહેતા. વિજય લાભશંકર દોશી અને કટારીયા પરીવાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

એમ પી દોશી વિર્ધાલય ને અતિ આધુનિક બનાવવા ની અપિલને પુર્વ છાત્રો એ હાથોહાથ વધાવી લીધી હતી અને લાખોની રકમ નો ધોધ વહાવયો હતો જેમા બાલાજી ગુર્પ ના જગદીશ પનારા એ એક લાખ પચિસ હજાર લંગોટીયા ગેંગ દ્વારા એક લાખ અગયાર હજાર એક લાખ નિલેશ અને દિપેશ ધોડાસરા એ એક લાખ અગયાર હજાર ગુલમહોર ગુર્પ એ એકાવન હજાર શાળાના વિદ્યાર્થી અને હાલે BCI બોર્ડના હરેશ રાવલ એ શાળાના ક્રિકેટ માટે જેટલી જરૂરી કિટ આપવાની જાહેરાત કરી હતી તો તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુ લાલ કામરીયા એ શાળામાં આરો પ્લાન માટે પાચ લાખ ની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત આપ ના ઉમેદવાર સંજય ભટાસણાએ 18 હજાર રૂપિયા તો પુર્વ શિક્ષકો એ 81 હજાર જુની તમામ બેચેના વિધાર્થીઓ એ માતબર રકમ આપી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હિતેષભાઈ ગાંધી, પંકજ કારેલિયા, હસમુખ જૈન, સુકેતુ રાવલ, મિતેષ મહેતા, જૈનતી સાહેબ દુબરીયા રમાબેન રાઠોડ શાળાના આચાર્ય ડો. ખાંભલા સાહેબ દિનેશ સાહેબ સહિતના અનેક શિક્ષકગણ અને કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સંચાલન ભાવેશ સંધાણી અને રમાબેન રાઠોડ તથા કેતન કટારીયા દ્વારા કરવામાં આવેલ અંતમા વંદે માતરમ્ ગીત સાથે આજનો ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમ પુર્ણ થયો હતો

આ સમાચારને શેર કરો