કૃષિગુજરાત

ગુજરાતમાં 5 દિવસ માવઠાની આગાહી… ક્યાં વરસાદ પડશે ? જાણવા વાંચો

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

12 મે નાં રોજ વરસાદની ચેતવણી

હવામાન વિભાગ દ્વારા તા. 12 નાં રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

તા. 13 મે નાં રોજ વરસાદની આગાહી

જ્યારે તા. 13 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

તા. 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ,બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો