Placeholder canvas

વાંકાનેર: નવા ઢુવા નજીક વિદેશી દારૂની 240 બોટલ સાથે ઇકો કાર ઝડપાણી.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા ઢુવા અને લાકડધાર ગામની સીમમાં બંધ પડેલી સિરામિક ફેકટરીના પાછળના ભાગે ખુલ્લા પડેલા પ્લોટમા વિદેશી દારૂના કટિંગ વખતે જ વાંકાનેર તાલુકા પોલીસ ત્રાટકતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી અને બુટલેગરો પોતાના વાહનો મૂકી નાસી ગયા હતા. જો કે દરોડા દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી લઈ નાસી જનાર તમામ આરોપીઓ અને વિદેશી દારૂ મોકલનાર સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કુલ રૂપિયા 4,72,120નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના નવા ઢુંવા અને લાકડધાર ગામની સીમમાં બંધ પડેલી સ્વીફ્ટ સિરામિક ફેકટરીના પાછળના ભાગે ખુલ્લા પડેલા પ્લોટમા વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા સ્થળેથી પોલીસે આરોપી મેરાભાઇ હરેશભાઇ ભાટીયા, રહે હાલ-ઉંચી માંડલ તા.જી.મોરબી મુળ ગામ-કોંઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને 240 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર નંબર GJ-03-MH-4867 કિંમત રૂપિયા 3 લાખ, વિદેશી દારૂની બોટલ નંગ-240 કિંમત રૂપિયા 87,120, મોબાઇલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 5000 તેમજ મોટર સાયકલ નંગ-2 કિંમત રૂપિયા 80,000 સહિત કુલ મળી રૂપિયા 4,72,120ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

આ સમાચારને શેર કરો