Placeholder canvas

વાંકાનેર: સી.કે.શાહ સ્કૂલના વિધાર્થીઓએ કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવ્યો.

વાંકાનેર: ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ દેવગઢ બારીયા ખાતે તા. 5/1/2024 થી 7/1/2024 દરમિયાન U-15 ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા ચાલતી ઈન સ્કૂલ માતૃ શ્રી સી.કે.શાહ પ્રાથમિક વિદ્યાલય,વાંકાનેર. તા.વાંકાનેર, જિ.મોરબીના કુસ્તી રમતના ખેલાડીઓએ ખૂબજ ઉમદા પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.

સી.કે.શાહ પ્રાથમિક વિદ્યાલય,વાંકાનેરના વિધાર્થી બોસિયા યશકુમારએ 68કિગ્રા વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. બોસિયા યશકુમારને કુસ્તી ટ્રેનર બગડા વિજયભાઈએ જરૂરી માર્ગદર્શન આપીને સખ્ત પ્રેક્ટિસ કરાવી હતી. જેમના પરિણામ સ્વરૂપે સિલ્વર મેડલ મેળવવામાં સફળતા મળેલ છે.

આ સમાચારને શેર કરો