Placeholder canvas

વરસાદની આગાહી: નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર…

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, સુરત, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અગાઉ છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો.

ગઈકાલે અમદાવાદમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા ગાંધીનગરમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું. 10.3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.

આ સમાચારને શેર કરો