Placeholder canvas

વાંકાનેર રાતીદેવળીના ખેડૂત પર વાડીએ દીપડાએ કર્યો હુમલો…

વાંકાનેર : તારીખ 23 ની રાત્રે વડસર પાસે દીપડાએ મારણ કર્યું હતું અને ત્યાં દેખા દીધી હતી તો આજે રાતે દેવડી ગામના ખેડૂત પોતાની વાડીએ પાવા ગયા હતા ત્યારે આજે રાત્રે 8 વાગ્યેની આસપાસ દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ખેડૂત પોતાના જીવ બચાવીને ભાગ્યો હતો અને પાણીની હોજમાં (અવેળામાં) સંતાઈ ગયા હતા.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતે દેવડી ગામે નિશાળની પાછળ આવેલ મીઠી ખાડી વિસ્તારમાં રહેતા રફીકભાઈ માથકયાનો પુત્ર મુનાજીર નવા વાક્ય તરફ આવેલી પોતાની વાડી કરારમાં ડુંગળી પાવા માટે ગયા હતા. ત્યારે તેઓ ડુંગળીમાં પાણીનું નાકુ વાળીને બાજુમાં તાપણું કરીને તાપી રહ્યા હતા ત્યારે કપાસમાંથી અવાજ આવતા તેમને એ તરફ બેટરી કરતાં સામે દીપડો દેખાયો હતો અને ગર્જના કરતો હતો. દીપડો જોતાં જ મુનાજીરે દોટ મૂકીને ભાગ્યો હતો અને બાજુમાં આવેલા પાણીના (અવેળા) હોજમાં સંતાઈ ગયો હતો. ત્યાંથી તેમના પપ્પાને ફોન કરી અને બોલાવ્યા હતા આ વાત વાયુ વેગે ફેલાઈ જતા ગામના લોકો જે વાહન હાથમાં આવ્યું તે લઈને વાડી તરફ ગયા હતા પરંતુ ત્યારે ત્યાં દીપડો જોવા મળ્યો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વડસર પાસે ધાર અને વિડી વિસ્તારમાં દીપડો દેખાયો હતો આ વાડી પણ એ વિસ્તારથી નજીક હોવાથી કદાચ આ દીપડો ત્યાં ચડી આવ્યો હોય, આજના આ સમાચાર મળતા ખેડૂતો હવે વાડીએ જતા ડરશે, જેથી ફોરેસ્ટ તંત્રએ દીપડો પકડવા માટે તાત્કાલિક પગલાં લઈને ખેડૂતોને ભાઈ મુક્ત કરવા જોઈએ. બે દિવસ પૂર્વે વડસર પાસે દીપડાએ મારણ કર્યું હોવા છતાં જંગલ ખાતું હજુ હરકતમાં આવ્યું નથી.

આ સમાચારને શેર કરો