Placeholder canvas

MSUની લો ફેકલ્ટી ગુજરાતની નંબર-1 લો કોલેજ બની.

વેસ્ટ ઝોનમાં ત્રીજું અને સમગ્ર દેશમાં એમીનેન્ટ લો સ્કૂલ તરીકે સાતમું સ્થાન મેળવ્યું, ગ્લોબલ હ્યુમન રિસોર્સ સેન્ટરે દેશભરની કોલેજોમાં સરવે કર્યો…

વડોદરા: ગ્લોબલ હ્યુમન રિસોર્સ સેન્ટર દ્વારા સમગ્ર દેશમાં આવેલી તમામ લો સ્કૂલનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોએ ગુજરાતમાં પ્રથમ સ્થાને અને વેસ્ટ ઝોન જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાનો સમાવેશ થાય છે તેમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. સાથે સાથે સમગ્ર દેશમાં આવેલી તમામ લો સ્કૂલના સરવેમાં એમીનેન્ટ લો સ્કૂલ કેટેગરીમાં સાતમો રેન્ક મેળવ્યો છે.

ગ્લોબલ હ્યુમન રિસોર્સ સેન્ટર દ્વારા કરવામાં આવતા સરવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીસ, સ્ટુડન્ટ્સ એનરોલમેન્ટ, અકડેમિક પ્રોગ્રામ્સ, મૂટ કોર્ટ, લાઈબ્રેરી, નવા કાયદાઓ વિશેના વિવિધ સેમિનાર, ઇ-બુક્સ, જર્નલ, કોમ્પિટેન્સી બિલ્ડિંગ અક્ટિવિટીસ , ઈન્ટર્નશીપ, લાઈવ પ્રોજેક્ટ્, પ્રોફેશનલ ટ્રેની અને કોર્ટ વિઝિટ જેવા વિવિધ વિષયોમાં થતી અક્ટિવિટીના આધારે રેંકિંગ પ્રક્રિયા હાથ ધરતી હોય છે.

એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો. વિજયકુમાર શ્રીવાસ્તવે ફેકલ્ટી ઓફ લોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યુ હતું કે, આ એક ટીમ વર્ક અને ડેડિકેશનનું ઉત્તમ ઉદાહરણ છે. એક વર્ષમાં એમીનેન્ટ લો સ્કૂલ કેટેગરી 13માં રેન્કથી 7મો રેન્ક મેળવવો અને ગુજરાતમાં ત્રીજા સ્થાનેથી પ્રથમ સ્થાન હાંસલ કરવામાં સફળતા મેળવી છે અને આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવે એવી શુભેચ્છા પાઠવતા યુનિર્વર્સિટી દ્વારા તમામ પ્રકારનો સપોર્ટ મળતો રહેશે.

આ સમાચારને શેર કરો