Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળી ગામની સીમમા જુગાર રમતા 3 ઝડપાયા

વાંકાનેરના રાતીદેવળી ગામની સીમમાં જુગાર રમતા 3 ઈસમોની વાંકાનેર સીટી પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે રાતીદેવળી સીમમા લાઇટનાના અજવાળામા આરોપી હનીફભાઇ નુરમામદભાઇ હિંગોરા, જાવીદભાઇ હસનભાઇ શેરસિયા અને ગુલામહુશેનભાઇ અમિભાઇ શેરસિયાને રોકડ રકમ રૂ. ૧૫,૭૦૦ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો